Asani Cyclone may hit coastal areas of Andhra Pradesh, Odisha & West Bengal on May 10. Too close to the coast to miss. That’s why #Chennai is experiencing on and off heavy spells. One more heavy spell is likely as #AsaniCyclone struggles to consolidate. While there were indications that this would end in the sea, it now starts slowly climbing up towards #Vishakapatnam.
આસાની(Asani Cyclone) : ત્રણ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ચક્રવાત ‘આસાની’ 12 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું
બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન ‘આસાની (Asani Cyclone)’ની વ્યાપક અસર આજથી દેખાવાનું શરૂ થશે. તે આજે એટલે કે 10મી મેના રોજ આંધ્ર-ઓડિશાના દરિયાકાંઠેથી પશ્ચિમ-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે.
મળતી માહિતી મુજબ આસાની(Asani Cyclone) ઉત્તર-પૂર્વ તરફ વળશે. જેના કારણે હવામાનશાસ્ત્રીઓએ ત્રણ રાજ્યો પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, ચક્રવાત છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને તે પુરીથી લગભગ 590 દક્ષિણ-પશ્ચિમ અને ગોપાલપુર, ઓડિશાથી લગભગ 510 કિમી દક્ષિણ-પશ્ચિમમાં છે.
હવામાન વિભાગે બીજું શું કહ્યું?
ચક્રવાતની અસરને કારણે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો અસ્વસ્થ રહેશે. 10 મેની સાંજે ઘણા રાજ્યોમાં હળવો વરસાદ થશે. જોકે, ઓડિશાના ગજપતિ, ગંજમ અને પુરી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.
11 મેના રોજ ગંજમ, ખુર્દા, પુરી, જગતસિંહપુર અને કટક જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. 12 મેના રોજ પુરી, જગતસિંહપુર, કટક, કેન્દ્રપારા, ભદ્રક, બલેશ્વર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે ચક્રવાત પૂર્વ કિનારે સમાંતર આગળ વધશે અને મંગળવાર સાંજથી વરસાદનું કારણ બનશે. ઓડિશાના વિશેષ રાહત કમિશનર (SRC) પીકે જેનાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બચાવ કામગીરી માટે પૂરતી વ્યવસ્થા કરી છે.
આ રાજ્યોમાં તબાહી મચી શકે છે.
10મી મેથી 13 મે દરમિયાન દેશના અનેક રાજ્યો જેમ કે અરુણાચલ પ્રદેશ અને અસમ-મેઘાલય તથા નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા છે. 11થી 13મી મે દરમિયાન અસમ-મેઘાલયમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આજે આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આજે સાંજથી ઓડિશાના કાંઠા વિસ્તારોમાં અલગ અલગ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. બિહારમાં પણ તોફાનની અસર જોવા મળી રહી ચે. પશ્ચિમ બંગાળમાં પણ વાવાઝોડાને લઈને ચેતવણી અપાઈ છે.
“અમને રાજ્યમાં કોઈ મોટો ખતરો દેખાતો નથી કારણ કે તે પુરી નજીકના દરિયાકિનારાથી લગભગ 100 કિમી દૂરથી પસાર થશે,” તેમણે કહ્યું. જોકે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ (ODRAF) અને ફાયર સર્વિસની બચાવ ટીમો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. NDRFની એક ટીમ બાલાસોરમાં તૈનાત કરવામાં આવી છે અને ODRAFની એક ટીમને ગંજમ જિલ્લામાં મોકલવામાં આવી છે.
Asani Cyclone લાઈવ જોવો
ઓડિશાના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
(Asani Cyclone) ના લીધેપુરી જિલ્લાના કૃષ્ણ પ્રસાદ, સતપારા, પુરી અને અસ્તરાંગ બ્લોકમાં અને કેન્દ્રપારામાં જગતસિંહપુર, મહાકાલપાડા અને રાજનગર અને ભદ્રકમાં પણ ODRAF ટીમો તૈયાર છે. જેનાએ કહ્યું કે તમામ જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જિલ્લા સત્તાવાળાઓને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સુરક્ષિત સ્થળાંતર કરવાનો અધિકાર સોંપવામાં આવ્યો છે.
ભુવનેશ્વર હવામાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે જણાવ્યું હતું કે, ચક્રવાતના પ્રભાવ હેઠળ મંગળવાર સાંજથી દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદ સંબંધિત પ્રવૃત્તિઓ શરૂ થશે. મંગળવારે ઓડિશાના ગજપતિ, ગંજમ અને પુરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
બુધવારે ગંજમ, ખુર્દા, પુરી, જગતસિંહપુર અને કટકમાં ભારે વરસાદ પડી શકે છે. ગુરુવારે પુરી, જગતસિંહપુર, કટક, કેન્દ્રપારા, ભદ્રક અને બાલાસોરમાં ભારે વરસાદની સંભાવના છે.
માછીમારોને કિનારા પર ન જવા સૂચના આપવામાં આવી છે
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત મંગળવારથી શુક્રવાર સુધી પશ્ચિમ બંગાળના ગંગાના કિનારે હળવાથી મધ્યમ વરસાદ લાવશે, કોલકાતાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં એક કે બે ભારે વરસાદની સંભાવના છે.
કોલકાતાના મેયર ફિરહાદ હકીમે જણાવ્યું કે, હવામાન વિભાગની આગાહીને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે મે 2020 માં ચક્રવાત અમ્ફાનની વિનાશક અસરોમાંથી બોધપાઠ લઈને, મ્યુનિસિપલ વહીવટીતંત્રે પડી ગયેલા વૃક્ષો અને અન્ય કાટમાળના કારણે અવરોધોને દૂર કરવા માટે ક્રેન્સ, ઇલેક્ટ્રિક કરવત અને બુલડોઝર (અર્થમુવર) એલર્ટ રાખવા જેવા તમામ પગલાં લીધાં છે.
કોલકાતા સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે પૂર્વ મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા અને ઉત્તર 24 પરગણાના વહીવટીતંત્ર સૂકા ખોરાક અને આવશ્યક દવાઓની વ્યવસ્થા કરવા ઉપરાંત, સ્થળાંતરની જરૂર પડે તો ચક્રવાત આશ્રયસ્થાનો, શાળાઓ અને અન્ય પાકાં માળખાં તૈયાર કરી રહ્યાં છે.
હવામાન વિભાગે માછીમારોને મંગળવારથી આગામી સૂચના સુધી સમુદ્ર અને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠામાં ન જવાની સલાહ આપી છે.
ટવીટર પર AHMAD RAZA નામના વ્યક્તિએ આસાની(Asani Cyclone) વાવાઝોડાની અસરની એક તસવીર શેર કરી છે.