Gujarat Gyan Guru Online Quiz Competition 2022 | www.g3q.co.in | ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ

By | July 26, 2022

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

Gyan Guru Online Quiz Competition 2022 | www.g3q.co.in

Gujarat Gyan Guru Online Quiz Competition 2022 | www.g3q.co.in | ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

Gujarat Gyan Guru Online Quiz Competition 2022 | www.g3q.co.in | ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ

રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q)”નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર છે.

જ્ઞાનગુરુ ક્વિઝનો ઉદ્દેશ્ય

આ ક્વિઝનો ઉદ્દેશ્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને પ્રજાજનોને પ્રોત્સાહિત કરી તેઓ વચ્ચે એક તંદુરસ્ત જ્ઞાનવર્ધક હરીફાઈ થકી તેઓનું સશક્તિકરણ કરવાનો છે. આ ક્વિઝમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી પહેલ, વિકાસગાથા, ગૌરવગાથા અને જન સુખાકારી યોજનાઓની માહિતી તેમજ સામાન્ય જ્ઞાન અને નોંધનીય બાબતોનો સમાવેશ થશે.

જ્ઞાનગુરુ ક્વિઝનો ઈનામની વિગતો

તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ ક્વિઝના ઈનામ (અઠવાડિયા દીઠ) :

શાળા કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા(કુલ ૦૧) રૂ.૨૧૦૦/-, દ્વિતિય ક્રમના વિજેતા(કુલ ૦૪) રૂ.૧૫૦૦/-, તૃતીય ક્રમના વિજેતા(કુલ ૦૫) રૂ.૧૦૦૦/- આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.

કોલેજ કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા(કુલ ૦૧) રૂ.૩૧૦૦/-, દ્વિતિય ક્રમના વિજેતા(કુલ ૦૪) રૂ.૨૧૦૦/-, તૃતીય ક્રમના વિજેતા(કુલ ૦૫) રૂ.૧૫૦૦/- આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.

તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ વિશિષ્ટ ઈનામ : શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ :

પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નુ ઈનામ,તૃતિય ક્રમના વિજેતાને રૂ.૫૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.

કોલેજ-યુનિવર્સીટી કક્ષાના વિશિષ્ટ ઈનામ:

પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૧,૨૫,૦૦૦ નુ ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.

તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ વિભાગના કુલ વિજેતાઓમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતા ની પસંદગી માટે સતત ૭૫ દિવસ બાદ તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષા એક ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવશે અને તેમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાની પસંદગી કરવામાં આવશે.

તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ દરેક વિજેતાને પરીવારના ૪ સદસ્યો સાથે એક વર્ષના સમયગાળામાં એક વખત નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે.

ક્વિઝના તમામે તમામ સ્પર્ધકોને એક વર્ષના સમયગાળા દરમિયાન (૧ – ૧) એમ બે વ્યક્તિ માટે નિ:શુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે.

જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાની ક્વિઝના ઈનામ

જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાના શાળા અને કોલેજ-યુનિવર્સીટી વિભાગનાં દસ + દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે.

આ વિજેતાઓ બે દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.

શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામો :

પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૧,૨૫,૦૦૦ નુ ઈનામ,તૃતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નું ઈનામ આપવામા આવશે.

કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામો

પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નુ ઈનામ, તિતિય ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ,તૃતીય ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,000 નું ઈનામ આપવામાં આવશે.

રાજ્ય કક્ષાની ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝના ઈનામો :

જિલ્લા કક્ષાની ક્વિઝ પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાની અંતિમ ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવશે. ક્વિઝ દરમિયાન જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર થયેલા સ્પર્ધકો રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે.

આ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ૭૫ શાળા કક્ષાના અને ૭૫ કોલેજ કક્ષાના એમ કુલ ૧૫૦ વિજેતા જાહેર કરવામાં આવશે,

રાજ્ય કક્ષાના ૧૫૦ વિજેતાઓને ત્રણ દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.

શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામો :

પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નું ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.

કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામો

પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૫,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નું ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૧,૫૦,૦૦૦ ના ઈનામ આપવામાં આવશે.

અન્ય કક્ષાના સ્પર્ધકો માટે ક્વિઝના ઈનામ :

સતત ૭૫ દિવસ ચાલનારી ક્વિઝમાં ભાગ લીધેલ સ્પર્ધકોમાંથી કુલ ૭૫ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

ક્વિઝની અન્ય કક્ષાના આ ૭૫ વિજેતાઓ ૦૨ દિવસની પરિવારના કુલ ૦૪ સદસ્યો સાથેની ટુર (પતિ-પત્ની ૨ બાળકો એમ કુલ ૦૪ અથવા તો કુટુંબના કોઈપણ ૦૪ સભ્યો) ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.

આ ઉપરાંત તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ), જિલ્લા-મહાનગરપાલિકા અને રાજ્ય કક્ષાની ક્વિઝના સ્પર્ધકોને

તમામ સ્પર્ધકો અને વિજેતાઓને ગુજરાત સરકાર લેવલે ડીઝીટલ પ્રમાણપત્ર

જે-તે શાળા કે કોલેજ-યુનિવર્સીટીમા સૌથી વધારે ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શાળા કે કોલેજ-યુનિવર્સીટીને પ્રશસ્તિપત્ર (કોલેજ શાળાના કુલ વિદ્યાર્થીઓના ટકાવારી મુજબ)

જે-તે તાલુકામાં વધુ ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીને, જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરશ્રીને, મ્યુનિસિપલ કક્ષાએ મ્યુનિસિપલ કમિશનરશ્રીને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે.

ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.

કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

GUJARAT GYAN GURU QUIZ (G3Q) is organized by the Education Department, All students studying from standard 9 to 12 and college, and university levels, and the people of Gujarat in other categories can also participate. There will be no registration fees.

ક્વિઝના  સામાન્ય નિયમો :

1. ક્વિઝના સાચા જવાબ માટે ૦૧ ગુણ મળશે તથા ખોટા જવાબ માટે ૦.૩૩ ગુણ કપાશે. વિજેતાની પસંદગી ઓછા સમયમાં સૌથી વધુ ગુણ ધરાવનારને વિજેતા ઘોષિત કરવામાં આવશે. જ્યાં તમામ મેરીટ સરખા થતાં ટાઈ પડે ત્યારે સ્પર્ધકના રજીસ્ટ્રેશનના સમય અને સ્પર્ધક દ્વારા ક્વિઝ શરૂ કરેલ સમય વચ્ચેના તફાવતને ધ્યાને રાખીને લઘુત્તમ સમય તફાવત ધરાવતા ઉમેદવારને વિજેતા ઘોષિત કરવામાં આવશે.

2. ક્વિઝના પરિણામ માટે ઓનલાઇન ક્વિઝ દરમિયાન ક્વિઝના દરેક સ્પર્ધકે ક્લિક કરેલા જવાબોના આધારે સર્વરને મળેલા ડેટાના કમ્પ્યૂટર ઍનાલિસિસ દ્વારા મળેલા ગુણને ધ્યાનમાં લેવામાં આવશે.

3. ક્વિઝના દરેક સ્પર્ધકે રજિસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો આપવી અનિવાર્ય છે. વિજેતા થનારે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો જે તે ઇનામનો લાભ જે-તે સ્પર્ધકને મળવાપાત્ર થશે નહિ

4. ક્વિઝની કોઈ પણ બાબત અંગે શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્યનો નિર્ણય આખરી અને સૌને બંધનકર્તા રહેશે. આ બાબતે કોઈ પણ પત્ર વ્યવહાર કે રજુઆતને ધ્યાને લેવામાં આવશે નહિ

5. ક્વિઝનાં જવાબો અંગે તથા ક્વિઝની માહિતી અંગે ક્વિઝના આયોજકોનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.

6. આ ક્વિઝ મોબાઈલ ફોન, સ્માર્ટ ફોન, આઈ ફોન, ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, IPad જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી કોઈ પણ સ્થળેથી રમી શકાશે.

7. સ્પર્ધકોને સ્થાનિક કક્ષાએ ઈન્ટરનેટની ક્ષતિ, ઈન્ટરનેટની સ્પીડ, નેટવર્કની સમસ્યા, મોબાઈલ ફોન કે કમ્પ્યુટરની સમસ્યા કે કોઈ પણ પ્રકારની ટેકનિકલ ક્ષતિ માટે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની કોઈ જવાબદારી રહેશે નહિ તેમજ આ પ્રકારની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.

8. ક્વિઝના દરેક સ્પર્ધકે રજિસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો આપવી અનિવાર્ય છે. વિજેતા થનારે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો જે તે ઇનામનો લાભ જે-તે સ્પર્ધકને મળવા પાત્ર થશે નહિ.

9. ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q)માં ભાગ લેનાર તમામ સ્પર્ધકો પોતાની સ્વેચ્છાએ આ ક્વિઝમા ભાગ લે છે અને ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વઝ(G3Q) અંગેના તમામ નિયમો અને શરતો જે-તે સ્પર્ધકને મંજૂર અને કબૂલ કર્તા રહેશે.

10. ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q)ની તમામ બાબતો, ઇનામની રકમો અને શરતોમાં ફેરફાર કરવાનો તથા અસાધારણ સંજોગોમાં ક્વિઝ સંપૂર્ણપણે નિયત સમય અવધિ પહેલાં સમાપ્ત કરવાનો શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારનો અબાધિત અધિકાર રહેશે.

Gyan Guru Online Quiz Competition 2022 – g3q.co.in ==> પરિપત્ર 

Gyan Guru Online Quiz Competition 2022- g3q.co.in ==> રજીસ્ટ્રેશન અહીંથી કરો

Gyan Guru Online Quiz Competition 2022   ==>ક્વીઝ રમવા માટે અહી ક્લિક કરો

Gyan Guru Online Quiz Question Bank 2022   ==> પ્રશ્ન બેંક  માટે અહી ક્લિક કરો

Gyan Guru Online Quiz Result Week- 2 2022   ==>ક્વીઝ રિઝલ્ટ માટે અહી ક્લિક કરો

An activity that combines education, fun, and competition

. It has been designed keeping in mind to inculcate informally learning.

. it also adds significant educational value to each student’s education.

. The quiz is more inclusive, as students from all across the state can participate irrespective of location, board, medium of education, or gender.

. The vision of GUJARAT GYAN GURU QUIZ (G3Q) is to provide an intensified impetus towards enthusiasm in students.